Загрузка...

જય કિસાન - જય ગુજરાત - જય હિન્દ ! આઈ ગુજરાત ન્યુઝ #igujaratnews #gopalitalia #AAP #AamAadmiParty

વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તાર વિધાનસભાની ચુંટણી જાહેર થવા બદલ સૌ ખેડૂતો, ખેતમજુરો, વેપારીઓ, માલધારીઓ, ધંધાદારીઓ, રત્નકલાકારો સહિત તમામ મતદારોને અઢળક શુભેચ્છાઓ.

છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આ પંથક ધારાસભ્ય વગરનો હોવાના કારણે લોકોને અનેક તકલીફ પડી રહી હતી ત્યારે હવે ચૂંટણી આવવાથી આ વિસ્તારના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચતા થશે એ બાબતનો આનંદ છે.

દોસ્તો, આ ચૂંટણી સત્તાની તાકાત અને જનતાની તાકાત વચ્ચે છે ત્યારે હું ઉમેદવાર તરીકે માત્ર નિમિત્ત છું. વાસ્તવમાં આ ચૂંટણી વિસાવદર ભેસાણની જનતાએ લડવાની છે. હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર શુભેચ્છાઓ પાઠવું છું.

ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો, માર્ગદર્શકો તેમજ પરિવર્તન માટે લડત લડનારા સૌને વિનંતી છે કે, થોડાક દિવસ તમારા કામકાજમાં રજા રાખીને વિસાવદરની ચૂંટણીના પ્રચારમાં પધારશો એવી વિનંતી છે.

જય કિસાન - જય ગુજરાત - જય હિન્દ

આઈ ગુજરાત ન્યુઝ #igujaratnews #gopalitalia #AAP #AamAadmiParty @highlight

Видео જય કિસાન - જય ગુજરાત - જય હિન્દ ! આઈ ગુજરાત ન્યુઝ #igujaratnews #gopalitalia #AAP #AamAadmiParty канала I Gujarat News
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки