બોગસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 1 દિવસમાં સીલ: દારૂના કેસમાં સંડોવાયેલા સંચાલકે નકલી ડોક્ટરો સાથે...
બોગસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 1 દિવસમાં સીલ: દારૂના કેસમાં સંડોવાયેલા સંચાલકે નકલી ડોક્ટરો સાથે મળી હોસ્પિટલ ખોલી; ઉદ્ઘાટન કાર્ડમાં બારોબાર CPનું નામ લખ્યું.
સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદું સામે કાર્યવાહી કરી હતી. તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી.
જેમાં એકપણ ફાયર એક્ટિંગઈસર લગાવવામાંનહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી. જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી छे.
સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને
સુરત શહેરના CP અને ક્રાઇમ JCPની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમનાં નામ પણ છાપી માર્યાં. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલાં લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે. જો નિયમ પ્રમાણે અને ટ્રેન્ડ સ્ટાફ નહીં હોય તો FIR સહિત સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા ભાંડાથી હોસ્પિટલને તાળાં લાગી ગયાં છે.
ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરાઈ હોસ્પિટલમાં એકપણ ફાયર એક્ટિંગુઈસર લગાવવામાં નહોતું આવ્યું. જે બનાવના પગલે ફાયરની ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરતા હોસ્પિટલમાં બતાવવા પૂરતી જ ફાયર સિસ્ટમ લાગવામાં આવી હતી, તે પણ બંધ હાલતમાં જોવા મળી હતી. મહત્ત્વની બાબત છે કે, હોસ્પિટલનું ગઈકાલે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળતા ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
હોસ્પિટલના તબીબો અને સંચાલક ગુનાઓમાં સંડોવાયેલા
સુરત શહેરનો બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે, ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાના વિષય બની ગયા છે. કારણ કે, જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી B.A.M.S બતાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો.
અધિકારીઓની જાણબહાર આમંત્રણમાં નામ છાપ્યું આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી. ઝોલા છાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના CP અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું. જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી. હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
થિયેટરની જગ્યા પર 15 દિવસ પહેલાં જ હોસ્પિટલ બની: સોસાયટી પ્રમુખ
હોસ્પિટલ કર્મયોગી સોસાયટીમાં આવી છે. આ સોસાયટીના પ્રમુખ વસંતભાઈ ચાંદેક્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષોથી અહીંયાં મહાલક્ષ્મી થિયેટર હતું. હું રોજે અહીંથી પસાર થાઉં છું. મને ખબર પડી કે વીડિયો થિયેટરને તોડી અને અહીં મોટી હોસ્પિટલ બનવાની છે. જેથી હું હોસ્પિટલ શરૂ કરવાના છે તેમને મળ્યો હતો. તેમણે મને પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, 30મી તારીખે હું રિટાયર થાઉં અને હું અહીંયાં પાર્ટનરમાં છું. તેઓએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇનું નામ લીધું હતું માટે મેં વધારે પૂછપરછ કરી નહોતી. વીડિયો થિયેટર ભંગારની હાલતમાં હતું. 15-20 દિવસથી જ આ હોસ્પિટલનું કામ ચાલતું હતું.
બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે. ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાના જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.
કથિત ડોક્ટરો મામલે સંચાલકનો લૂલો બચાવ હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મિશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. જ્યારે હોસ્પિટલમાં કોણ કોણ તબીબ તરીકે ફરજ બજાવે છે તેવો સવાલ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે અહીંનો માલિક હું છું. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીણા છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લૂલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.
#gujaratnews #hospital #guajarat
Видео બોગસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 1 દિવસમાં સીલ: દારૂના કેસમાં સંડોવાયેલા સંચાલકે નકલી ડોક્ટરો સાથે... канала I Gujarat News

Комментарии отсутствуют
Информация о видео
18 ноября 2024 г. 13:14:25
00:00:41
Другие видео канала