મેસાચ્યુસેટ્સમાં થયેલા કાર અકસ્માતમાં ક્રિશા બાદ તેની માતા મીના પટેલે પણ જીવ ગુમાવ્યો
મેસાચ્યુસેટ્સમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મીનાબેન પટેલ નામના ગુજરાતી મહિલાએ આખરે અંતિમ શ્વાસ લીધા છે. આ જ અકસ્માતમાં અગાઉ મીનાબેનની પાંચ વર્ષની દીકરી ક્રિશાનું પણ મોત થયું હતું, મેસાચ્યુસેટ્સમાં પોતાના પરિવાર સાથે રહેતા અતુલ પટેલ દીકરાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ફ્રેન્કલિનમાં મે 24ના રોજ તેમની કાર રોંગ સાઈડમાં આવતી પીક-અપ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ક્રિશા અને તેની મમ્મી કારની બહાર ફંગોળાઈ ગયા હતા, તેમને માથામાં ગંભીર ઈજા થવાની સાથે મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા હતા. આ અકસ્માત થયો ત્યારે ક્રિશાની હાલત સૌથી ગંભીર હોવાથી તેને એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડાઈ હતી પરંતુ ગણતરીના સમયમાં જ તેનું મોત થઈ ગયું હતું જ્યારે મીનાબેન પટેલ ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતા.
Видео મેસાચ્યુસેટ્સમાં થયેલા કાર અકસ્માતમાં ક્રિશા બાદ તેની માતા મીના પટેલે પણ જીવ ગુમાવ્યો канала I am Gujarat
Видео મેસાચ્યુસેટ્સમાં થયેલા કાર અકસ્માતમાં ક્રિશા બાદ તેની માતા મીના પટેલે પણ જીવ ગુમાવ્યો канала I am Gujarat
Комментарии отсутствуют
Информация о видео
4 июня 2025 г. 20:30:25
00:02:43
Другие видео канала