Загрузка...

How Gujarat Government Helpline 1916 for Drinking Water Issues Works

નાગરિક સેવામાં ટેકનોલોજી ભારે ઉપકારક બની રહી છે. 108 ઇમરજન્સી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આરોગ્ય ની જેમ જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી ની સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન શરૂ કરી છે. '1916'- હેલ્પલાઇન . આજે અંતરિયાળ ગામડામાં પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આ હેલ્પલાઇનથી આવી રહ્યો છે. પંપ બગડ્યો હોય કે પછી પાણી ની પાઈપલાઈન લીક થઈ હોય નાગરિકો આ હેલ્પલાઇનની મદદ લે છે. ચાલો, જોઈએ આ સેવાનો નાગરિકો કેવી રીતે લાભ લે છે.

ગુજરાત સરકારે પીવાના પાણીના પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર 1916 શરૂ કર્યો છે. આ સેવા 24x7 કાર્યરત છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. પંપ બંધ થવા, પાઈપલાઇન લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ હેલ્પલાઇન પર નોંધાય છે. આ ફરિયાદના આધારે ફિલ્ડ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને મોટાભાગની ફરિયાદોનો 48 કલાકમાં ઉકેલ લાવે છે.

છોટા ઉદેપુરમાં રહેતા અતુલભાઈની જેમ સુંદરભાઈને પણ હેન્ડપંપ બંધ થઈ જવાને કારણે સ્વચ્છ પાણી મેળવવામાં મુશ્કેલી નડી રહી હતી. હેલ્પલાઇન 1916 પર ફરિયાદ બાદ તેમનો પ્રશ્ન ઉકેલાયો.

હેલ્પલાઇન પર ફોનના આધારે પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે. સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવે છે.

હેલ્પલાઇન 1916 ગ્રામીણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ કડી છે. તેણે જાન્યુઆરી 2024 થી માર્ચ 2025 વચ્ચે 99.93% ના સફળતા દર સાથે 2.22 લાખથી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. હેલ્પલાઇન પર દરરોજ 250 થી 300 કોલ આવે છે અને સામાન્ય લોકોને લગતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવે છે. ગુજરાતના લોકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં હેલ્પલાઇન 1916 ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

Technology is becoming very helpful in citizen services. 108 emergency service is a great example of this. Just like health, the Gujarat government has started a helpline to solve the problem of drinking water in rural areas. '1916'- Helpline. Today, the solution to drinking water problems in remote villages is coming from this helpline. Whether the pump is broken or the water pipeline is leaking, citizens take help from this helpline. Let's see how citizens benefit from this service.

The Gujarat government has started a helpline number 1916 for drinking water problems. This service is operational 24x7. It is proving to be especially useful for rural areas. Complaints regarding pump shutdown, pipeline leakage or water quality are registered on the helpline. Based on this complaint, field teams visit the affected areas and resolve most of the complaints within 48 hours.

Like Atulbhai, who lives in Chhota Udepur, Sundarbhai was also facing difficulty in getting clean water due to the hand pump being stopped. His issue was resolved after a complaint on Helpline 1916.

On the helpline, complaints are registered online on the portal based on the phone and sent to the concerned department. It is tracked until the problem is resolved.

Helpline 1916 is an important link for rural Gujarat. It has resolved more than 2.22 lakh water-related complaints with a success rate of 99.93% between January 2024 and March 2025. The helpline receives 250 to 300 calls every day and the problems related to the common people are resolved in a timely manner. Helpline 1916 is proving to be very helpful in ensuring clean drinking water to the people of Gujarat.

#Gujarat #Gujarati #Water #helpline #Government #Gujaratgovernment #India

Видео How Gujarat Government Helpline 1916 for Drinking Water Issues Works канала DeshGujarat Local
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки