Загрузка...

હિંમતનગર નવાસર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટની,

આજ તા.02.10.2025 ના બુધવારના રોજ હિંમતનગર નવાસર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટની વિસ્તૃત કારોબારી મીટીંગ તેમજ "વોટ ચોરો ગાદી છોડો"કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી સાહેબ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી વજીરખાન પઠાણસાહેબ,ગાંધીનગરના પૂર્વ ડે.મેયર યુસુફભાઈ પરમાર સાહેબ,સા.કાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રામભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં "વોટ ચોરો ગાડી છોડો"કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ ફોર્મની વહેંચણી તેમજ આજે 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની તસ્વીરને સુતરનીઆંટી પહેરાવી અને સિનિયર સિટીઝનોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સાથે સાથે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માઇનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી નઇમભાઈ મિર્ઝા, ઇમરાનભાઈ ઠાકોર, ગજેન્દ્રસિંહ રહેવર,સુફિયાનભાઈ મલીક,સા.કાં જિલ્લા માઈનોરીટી ચેરમેન ટી.વી.પટેલ,પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, પ્રભારીશ્રી ઈકબાલભાઈ મેમણ,તા.પ્રમુખ અજમલસિંહ, શહેર પ્રમુખ ડો.મનોજભાઈ બારોટ, રાજુભાઈ ગઢા,મુકેશભાઈ પરમાર,નેતા વિપક્ષ ઇમરાનભાઈ બાદશા,સેવાદળ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મોહસીનખાન બલોચ, સલીમભાઈ બેહલીમ, ઝાહિદભાઈ મોમીન, લિયાકત મનસુરી, ઇમરાન ખનુસિયા, શબ્બીરભાઈ ધાંગા, અબ્દુલભાઈ વિજાપુરા,મહામંત્રી ઈશાક શેખ, અકીલ શેખ, ઈશ્વરભાઈ દેસાઈ, રણછોડભાઈ પરમાર, કાંતિભાઈ ગામેતી, ઈકબાલખાન મલેક, ડો. ગુલામઅબ્બાસ, ભટ્ટ સાહેબ,કાદિર ડોઈ,દાઉદ ભાઈ મન્સૂરી,નિશારભાઈ શેખ,માઇનોરીટી ડિપાર્ટમેન્ટના સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા શહેરના ચેરમેનશ્રીઓ, માઈનોરીટીના તમામ હોદ્દેદારશ્રીઓ, માઈનોરીટીના નવનિયુક્ત તેમજ હાલના સીટીંગ સરપંચશ્રીઓ, નગરપાલિકાના માઈનોરીટીના કોર્પોરેટરશ્રીઓ,મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિંમતનગર તાલુકાના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Видео હિંમતનગર નવાસર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટની, канала A2Z TIME
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

О CookiesНапомнить позжеПринять