Dahod live દેવગઢ બારિયા શહેર ખાતે મોકડ્રિલ યોજાઇ #dahod #dahod
દાહોદમાં ઈમરજન્સી પરિસ્થિતિને ધ્યાને રાખી દેવગઢ બારિયા શહેર ખાતે મોકડ્રિલ યોજાઇ
કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ વિભાગોની સતર્કતા તેમજ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલ મદદરૂપ બનશે:કલેકટર શ્રી યોગશ નિરગુડે
સાંજે ૬ વાગ્યે મોકડ્રિલ અને રાત્રે ૮ થી ૮:૧૫ વાગ્યા સુધી બ્લેક આઉટ કરાયું
દાહોદ : નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહર ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ સંયુક્ત મોકડ્રીલ સાથે બ્લેક આઉટ કવાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરી એવી સ્થિતિ સમયે ઈમરજન્સીમાં જરૂરી સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોકડ્રીલ બાદ અધિકારીઓએ સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
કલેકટર શ્રી યોગશ નિરગુડે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં દાહોદ જિલ્લાની ટીમ સુસજ્જ છે. કોઓર્ડીનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તા યુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોની સુરક્ષા સલામતી માટે લેવાના પગલાં, સંકલન અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે મોકડ્રિલ કરવામાં આવી છે અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
હાલની સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષા ને અસર થાય કે એકતા જોખમાય તેવા કોઈ મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન થાય તે આપણું કર્તવ્ય છે. તમામ નાગરીકો જાગૃત બની આ બાબતનો ખ્યાલ રાખે એ જરૂરી છે. કોઈ અફવા ન ફેલાય, ખોટો ભય ન રાખવા અને અધિકૃત સત્તાવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે તે ધ્યાને લેવા અને તંત્રને સહકાર આપે એ જરૂરી છે.
આ મોકડ્રીલ કવાયત દરમ્યાન અધિકારીઓના આપસી સંકલન થકી હવાઈ હુમલાઓ, ડ્રોન હુમલાઓ સહિત પ્રતિકુળ હુમલાઓના જવાબ આપવા માટેના અભ્યાસ સ્વરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. મોકડ્રીલ દરમ્યાન નાગરિકો તેમજ અધિકારીઓનું આપસમાં સંકલન હોય તે ખુબ જ જરૂરી છે.
મોકડ્રિલ માટે સાયલન્ટ રિકોલ અને સ્વયં સેવકોનું એક સ્થળે એકઠા થવું, એર રેઇડ સિમ્યુલેશન, કોમ્યુનિકેશન સિસ્ટમનું સક્રિય હોવું, બ્લેક આઉટ પ્રોટોકોલ્સ, ઈવેક્યુશન ડ્રિલ (મિલિટરી સ્ટેશન), બ્લડ કલેક્શન સિમ્યુલેશન તેમજ સાયરન ઇન્સ્ટોલેશન જરૂરી છે.
જે સંદર્ભે દાહોદ જિલ્લામાં પણ મોકડ્રીલને ધ્યાને રાખીને મેડિકલ સપોર્ટ, બ્લડ કલેક્શન સિમ્યુલેશન તેમજ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.
કલેકટરશ્રીં યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, નાગરિકો જાગૃત બને અને નાગરિક સંરક્ષણના સ્વયં સેવકો તરીકે ઓનલાઇન નોંધણી કરી દેશ સેવાના આ કાર્યમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે પણ મહત્વનું છે. દેશ સેવા કાર્યમાં પોતાનો ફાળો આપી દેશ અને જનતાના સેવાકાર્ય માં સ્વૈચ્છીક જોડાય તે ઈચ્છનીય છે. ૧૦૦૦ લોકો સામે ૧ નાગરિક સ્વયં સેવક બને તે મુજબ સ્વયં સેવકોની નિમણુંક કરવામાં આવશે. તેઓને પાયાની તાલીમ પણ આપવામાં આવશે.
રાત્રે ૭:૫૮ વાગ્યે લાબું સાયરન વાગતા જ લાઈટ બંધ કરો કહીને નાગરિકો જ અન્ય ને લાઈટો બંધ કરવાની અપીલ કરી રહ્યા હતા. બ્લેક આઉટ દરમ્યાન દેવગઢ બારીયાના નાગરિકોએ સ્વયંભૂ લાઈટો બંધ રાખીને બ્લેક આઉટ ને સફળ બનાવવામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા નગર ખાતે યોજાયેલ આ મોકડ્રિલમાં કલેકટર શ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, પોલીસ અને આરોગ્ય વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
#DahodLive #Dahod #દાહોદ #दाहोद #દાહોદલાઇવ #दाहोदलाईव #News #Gujarat #GujaratNews #સમાચાર #ન્યુઝ #ખબર
Instagram MANREGASCAM
-https://www.instagram.com/dahod_live
Twitter - https://x.com/DahodLive
Youtube :- https://youtube.com/@DahodLive?si=Mti5P3J8BuNiv7gS
Facebook page :-
https://www.facebook.com/dahodlivenews?mibextid=ZbWKwL
Thread :-
https://www.threads.net/@dahod_લીવે
#દાહોદન્યૂઝ #GujaratiNews #DahodUpdate
Thanks For Watching :) don't forget To Like & Subscribe
Rajendra Sharma - Dahod Live Gujarat (India)
Видео Dahod live દેવગઢ બારિયા શહેર ખાતે મોકડ્રિલ યોજાઇ #dahod #dahod канала Dahod Live

Комментарии отсутствуют
Информация о видео
1 июня 2025 г. 9:49:57
00:00:41
Другие видео канала