Загрузка страницы

TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab

TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab
00:00 Introduction
00:21 Narara Tapu
03:41 Nadabet Border
06:18 Polo Forest in Gujarat
07:51 Don Hill Station in Ahwa
10:37 Kalo Dungar Kutch Gujarat

નંબર 1 પર છે નરારા ટાપુ (Narara bet Jamnagar)

જામનગરથી 60 કિમી દૂર વાડીનાર બંદર પાસે આવેલું નરારા ટાપુ એક એવી જગ્યા છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખુલ જા સિમ-સિમ કેહતા હોઈ એમ જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે.કારણ કે આ ઓટ આવે ને ત્યારે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે.ત્યારે અહીના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળશે ,કેવા કેવા જીવ જોવા મળશે તો એ પણ કહી દઉં તો અહીંયા સ્ટાર ફીશ,પફર ફીશ,ગ્રીન ક્રેબ એટલે આપણે પેલો લીલો કરચલા હોય ને એ સાથે બીજા 30 વધુ જાતના બીજા કરચલાં પણ જોવા મળશે એની સાથે ,આઠ પગધારી ઓક્ટોપસ,200 જાતની માછલી,3 જાતના કાચબા, 20થી વધારે જાતના જીંગા,94 જાતના દરિયાઈ પક્ષીઓ,37 જાતના પરવાળા,108 જાતની લીલ અને દરિયાઈ સાપની સાથે સમુદ્રી ફૂલો અને ઘણી બધી વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.

નંબર 2 પર છે નડા બેટ - સીમા દર્શન (Seema Darshan at Nadabet)

24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટે પણ સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સેની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી,આ સીમા દર્શનમાં તમને બીએસએફ જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે.સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા સિવાય બિજે ક્યાંય નહિ મળે..BSfની આ રિટ્રીટ સેરિમનીને બોવ જ વખાણવામાં આવે છે એને જોવા માટે આખા દેશના ખૂણે ખૂણેથીં લોકો નડા બેટે ઉમટી પડે છે અને એની સાથે ત્યાં ફ્યુઝન બેન્ડ અને ઊંટસવારીના ખેલ પણ યોજવામાં આવે છે એ જોઈને તો સવા સેર લોહી વધી જશે. અને બીજું કહું ને તો તમને ત્યાં BSFના કેમ્પમાં હથિયારનું પ્રદર્શન, ફોટો ગેલેરી અને BSfના જવાનોની શૂરવીરતાના સુર તણી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ જોવા મળશે.

નંબર 3 પર છે પોળો ફોરેસ્ટ (Polo Forest in Gujarat)

ગુજરાતના વિજય નગર તાલુકાના અભાપુર ગામ પાસે 400 ચોરસ કિ.મીમાં પોલો ફોરેસ્ટ પથરાયેલું છે.જેને જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય, અને એમાં પણ સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે અહીંયા જશોને તો અહીંની ગ્રીનરી તમારું મન મોહી લેશે.અહીંયા તમને 450થી વધુ પ્રકારના ઔષધી છોડ,30 પ્રકારના સસ્તન પ્રાણીઓ,32 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ અને 275 પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને પાછા રીંછ, દીપડા, ઝરખ, ઉડતી ખિસકોલી એ તો અલગ જ પોળોમાં ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો પણ આવેલા છે.

નંબર 4 પર છે ડોન હિલ્સ (Don Hill Station in Ahwa)

સાપુતારાથી ૫૫ કિમી અને આહવાથી 33 જ કિલોમીટર દૂર આ ડોન ગામ આવેલું છે. જેની ઊંચાઇ 1000 મીટરની છે અને પાછું આ ડોન હિલ્સ સ્ટેશન સાપુતારા કરતા પણ વધારે ઊંચું છે. આ સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા પહાડો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે આ સાંભળીને તો એવું થાય કે ડોન હિલ સ્ટેશન ગુજરાતના હિલ સ્ટેશનોનું ડોન જ છે,જેવું નામ એવું કામ એટલે પ્રકૃતિની માણવા માટે ડોન હિલ સ્ટેશન એક બેસ્ટ ઓપ્શન છે.

નંબર 5 પર છે કાળો ડુંગર (કચ્છ) (Kalo Dungar Kutch Gujarat)

૪૫૮ મીટરની ઉંચાઈ ધરાવતો કાળો ડુંગર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે આ જગ્યા પાકિસ્તાનની સરહદથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે.અહીં 400 વર્ષ જુના દત્તાત્રેય ભગવાનના મંદિરની સાથે કુદરતી સૌંદર્યનો સાગર જોવા મળશે.

Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

Connect with us at Facebook!
https://www.facebook.com/vtvgujarati/

Follow us on Instagram
https://www.instagram.com/vtv_gujarati_news/

Follow us on Twitter!
https://twitter.com/vtvgujarati

Join us at LinkedIn
https://www.linkedin.com/company/vtv-gujarati

Видео TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab канала VTV Gujarati News and Beyond
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 января 2021 г. 13:30:00
00:13:08
Другие видео канала
Cheapest Tourist Place in Gujarat । Statue of unity ।Sasan Gir । Diu । Kutch Rann Utsav । Roro ferryCheapest Tourist Place in Gujarat । Statue of unity ।Sasan Gir । Diu । Kutch Rann Utsav । Roro ferryTent City 1 | PROMO CODE - VTVTENTCITY1 - Statue of Unity | Gujarat Travel | Shu PlanTent City 1 | PROMO CODE - VTVTENTCITY1 - Statue of Unity | Gujarat Travel | Shu Planગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે |  GI Tag | Bey Gajabગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | GI Tag | Bey GajabTOP 5 Gujarat Smart Villages | ગુજરાતના ટોપ 5 સ્માર્ટ ગામડાં | गुजरात के 5 स्मार्ट विलेज | Bey GajabTOP 5 Gujarat Smart Villages | ગુજરાતના ટોપ 5 સ્માર્ટ ગામડાં | गुजरात के 5 स्मार्ट विलेज | Bey GajabKhodaldham Temple Kagvad ।। Mega Kitchen of Khodaldham ।। How to Make Food ( Lunch and dinner )Khodaldham Temple Kagvad ।। Mega Kitchen of Khodaldham ।। How to Make Food ( Lunch and dinner )આ તહેવારમાં મહેમાનોને લઈ જાઓ અહીં બેસ્ટ ગુજરાતી થાળી જમાડવા | Shu Planઆ તહેવારમાં મહેમાનોને લઈ જાઓ અહીં બેસ્ટ ગુજરાતી થાળી જમાડવા | Shu PlanTop 10 Places To Visit In India This Winters || Best Tourist Places in IndiaTop 10 Places To Visit In India This Winters || Best Tourist Places in Indiaફ્લેટ લેતા પહેલા 6 બાબતો ચકાસજો, શાનદાર ફ્લેટ | Flat in Ahmedabad | Ek Vaat Kauફ્લેટ લેતા પહેલા 6 બાબતો ચકાસજો, શાનદાર ફ્લેટ | Flat in Ahmedabad | Ek Vaat KauRann Utsav 2021- 2022 | Dholavira & Chipper Point | Aditi Raval Vishal Parekh | Mari Najare  GujaratRann Utsav 2021- 2022 | Dholavira & Chipper Point | Aditi Raval Vishal Parekh | Mari Najare Gujaratકોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda Krupaકોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda KrupaGujarat's Biggest Amusement Park | Fun Rides | Aatapi Wonderland | Shu PlanGujarat's Biggest Amusement Park | Fun Rides | Aatapi Wonderland | Shu PlanTop 10 Cities In Rajasthan You Must Visit | Curly TalesTop 10 Cities In Rajasthan You Must Visit | Curly TalesShu Plan: અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં રોબોટ તમને જમાડે છે | VTV Gujarati NewsShu Plan: અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં રોબોટ તમને જમાડે છે | VTV Gujarati News10 Places to Visit in Dwarka ।। Shivrajpur Beach ।। Bet Dwarka ।। Dwarka Beach10 Places to Visit in Dwarka ।। Shivrajpur Beach ।। Bet Dwarka ।। Dwarka BeachPolo Forest Vijaynagar Part 1। Tourist Attraction in Polo Forest ।। Ahmedabad to Polo Forest ।Go ProPolo Forest Vijaynagar Part 1। Tourist Attraction in Polo Forest ।। Ahmedabad to Polo Forest ।Go ProHazira To Diu Cruise | સુરત થી દીવ ક્રુઝ માં સફર દારૂ-બિયર અને વાઇનની રેલમછેલ  | GujjuSanjayHazira To Diu Cruise | સુરત થી દીવ ક્રુઝ માં સફર દારૂ-બિયર અને વાઇનની રેલમછેલ | GujjuSanjayBest Place to visit from Nov to FebBest Place to visit from Nov to FebDiu Budget Trip Food Hotel Transportation | 2000 નો રૂમ 200માં | Best Places To Visit in DiuDiu Budget Trip Food Hotel Transportation | 2000 નો રૂમ 200માં | Best Places To Visit in DiuAhmedabad માં પોળની વચ્ચે અનોખી French Haveli, અંદર અને બહારથી  જુઓ સુંદર નજારો | Shu PlanAhmedabad માં પોળની વચ્ચે અનોખી French Haveli, અંદર અને બહારથી જુઓ સુંદર નજારો | Shu Plan
Яндекс.Метрика