Загрузка...

Cyclone Shakti: ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ થશે?

#Weather #monsoon

ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે અને વાવાઝોડું અરબી સમુદ્રમાં જ નબળું પડીને દૂર જઈ રહ્યું છે.

ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે શક્તિ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી ઘણું દૂર જતું રહ્યું છે. હજુ તેની દિશા બદલાઈ શકે છે, જેમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, પરંતુ સમુદ્રની અંદર જ સમાપ્ત થઈ જશે. ઓમાનના દરિયાકિનારે પણ ખાસ અસર નહીં પડે.

આ ઉપરાંત પાકિસ્તાન અને પંજાબ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના છે.

જોકે, નવરાત્રિ પૂરી થયા પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગરના દહેગામમાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં 0.67 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 0.55 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.47 ઇંચ, બોટાદમાં 0.43 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

અહેવાલ- દીપક ચુડાસમા, ઍડિટ- જમશેદ અલી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Видео Cyclone Shakti: ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ થશે? канала BBC News Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

О CookiesНапомнить позжеПринять